અહો કષ્ટ અચાનક આવિયોજી, જ્યારે હરિવરને કંસે બોલા-વિયોજી ।
મથુરાંની નારીનો દાવો બાઇ ફાવિયોજી, આપણે તો લેખ એવો જો લખાવિયોજી ।।૧।।
ઢાળ –લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઇ તારી ઉચળી ।
જોડય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી ।।૨।।
વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઇ દિને ।
જોગ મેળી દેછે ૪ઉબેલિ, તેની મે'ર નથી તારે મને ।।૩।।
મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો ।
માટે મૂરખ મોહોટો ભાઇ, નથી કોઇ તુંજ ટળતો ।।૪।।
જેમ કલ્પાંકરે કાંઇ કરિયાં, ઘણાંઘણાં રચે ૫ઘર ઘોલિયાં ।
રમતાં રમતાં રોષ ઉપનો, તારે ભાંગતાં તે કાંયે ભુલિયાં ।।૫।।
તેહ માટે તુંને બ્રહ્મા ભાઇ, ઉપમા તે એહની આપિયે ।
હરિવર તેં આપ્યો અમને, તો ૧અસન પેઠે ન ઉથાપિયે ।।૬।।
હોંસ અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને ।
વાલાથી કેમ કરેછે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।।
નયણે નિરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે ।
તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઇ તું નવ કળે ।।૮।।
એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે ।
તેહ માટે ભાઇ કહ્યું તુંજને, દયા દલથી નવ ટાળીયે ।।૯।।
કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે ।
નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતે દુઃખ પામશે ।।૧૦।। કડવું ।।૧૨।।