प्रसङ्गो व्यवहारेण यस्याः केनापि भूपतेः । भवेत्तस्याः स्त्रियाः कार्यः प्रसङ्गो नैव सर्वथा ।।१३।।
અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, જે સ્ત્રીને કોઇપણ વ્યવહારે કરીને રાજાની સાથે પ્રસંગ હોય એવી સ્ત્રીનો પ્રસંગ સર્વપ્રકારે કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જે સ્ત્રીનો પ્રસિદ્ધ રીતે અથવા તો ગુપ્ત રીતે પાપરૂપ એવા કોઇપણ વ્યવહારને કારણે રાજાના અંતઃપુરમાં રાજાની સમીપે જવું આદિક સંબન્ધ હોય, એવી સ્ત્રીની સાથે બોલવું, બેસવું આદિક સંબન્ધ ગૃહસ્થાશ્રમી પુરુષોએ સર્વપ્રકારે રાખવો નહિ. કારણ કે આવી સ્ત્રીની સાથે પ્રસંગ રાખવાથી અનેક પ્રકારની આપત્તિઓના પ્રસંગો ઉભા થાય છે. રાજાની સાથે કે રાજપુરુષોની સાથે અથવા તો રાણીની સાથે સંબન્ધવાળી સ્ત્રીની સાથે જો જરાક આપણો અણબનાવ થાય, તો તરત જ રાજા કે રાજપુરુષો દ્વારા આપણને એ સ્ત્રી જેલના સળીયા પણ દેખાડી શકે છે. માટે રાજા કે રાજપુરુષોની સાથે સંબન્ધવાળી સ્ત્રીથી સર્વપ્રકારે દૂર રહેવું. ''राज्ञाद्वारा।थवा यस्याः स्वातन्त्र्येण च योषितः । राज्ञा प्रसङ्गो दूतया वा तया व्यवहरेन्न तु'' ।। इति ।। આ સ્મૃતિવાક્યની અંદર કહેલું છે કે- જે સ્ત્રીનો રાણી દ્વારા કે દાસી દ્વારા અથવા તો સ્વતન્ત્રપણે રાજાની સાથે પ્રસંગ હોય, એવી સ્ત્રીની સાથે વ્યવહાર રાખવો નહિ. આવો આ શ્લોકનો અભિપ્રાય છે. ।।૧૩૭।।