गुरुदेवनृपेक्षार्थं न गम्यं रिक्तपाणिभिः । विश्वासघातो नो कार्यः स्वश्लाघा स्वमुखेन च ।।३७।।
અને અમારા આશ્રિતો હોય તેમણે, ગુ, દેવ અને રાજાનાં દર્શનાર્થે ખાલી હાથે જવું નહિ, અને કોઇનો વિશ્વાસઘાત કરવો નહિ; તથા પોતાને મુખે કરીને પોતાની પ્રશંસા કરવી નહિ.
શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે, ગુની પાસે ખાલી હાથે જવું, એ ગુ પ્રત્યેની અશ્રદ્ધા ગણાય છે. ગુ પ્રત્યે જો શ્રદ્ધા હોય, તો ગુના દર્શનાર્થે ક્યારેય પણ ખાલી હાથે જવું નહિ. કાંઇક ભેટ લઇને જ ગુની પાસે જવું.
અને દેવની પાસે ખાલી હાથે જવું, એ અધાર્મિકતા ગણાય છે. માટે ધર્મનિષ્ઠ પુષો હોય, તેમણે દેવની પાસે પણ ખાલી હાથે જવું નહિ. અર્થાત્ દેવનાં દર્શને જતી વખતે દેવને અર્પણ કરવા માટે કોઇપણ ફળાદિક વસ્તુ લઇને જ જવું.
અને વળી રાજા પાસે ખાલી હાથે જવું, એ અવિવેક ગણાય છે, અને તે પુષની કાર્યકુશળતામાં ગણના થતી નથી. માટે જો આપણને રાજા દ્વારા કાંઇ કાર્ય કરાવવું હોય, અને કાર્યકુશળ તથા વિવેકી બનવું હોય, તો રાજા પાસે પણ ખાલી હાથે જવું નહિ.
અને વળી કોઇનો વિશ્વાસઘાત કરવો નહિ. હું તમારૂં આ કાર્ય અવશ્ય કરી આપીશ, તમે જરા પણ ચિંતા કરશો નહિ. અથવા હું તમારૂં અવશ્ય રક્ષણ કરીશ, તમો કોઇ જાતનો ભય રાખશો નહિ. આ રીતે વિશ્વાસ આપીને, પછી એ કાર્ય કરી ન આપવું તેને વિશ્વાસઘાત કહેવાય છે. માટે આપણામાં શક્તિ હોય, બળ હોય, તોજ પરોપકારનાં કાર્યમાં જોડાવવું, પણ કોઇને ખોટી રીતે વિશ્વાસ આપવો નહિ. કારણ કે વિશ્વાસઘાત છે, એ મહાપાપ છે. ''स महापातकी भूमौ यो विश्वस्या।न्यमर्दयेत्'' ।। इति ।। જે પુષ બીજાને વિશ્વાસ આપીને પીડા આપે છે, અર્થાત્ વિશ્વાસ આપીને કાર્ય કરી નથી આપતો, વિશ્વાસભંગ કરે છે, એ પુષ આ પૃથ્વી ઉપર મહાપાપી કહેલો છે. વિશ્વાસભંગી એ મહાપાપી છે. માટે કોઇનો વિશ્વાસઘાત કરવો નહિ.
અને વળી પોતાને મુખે કરીને પોતાની પ્રશંસા કરવી નહિ. પોતાને મુખે પોતાની પ્રશંસા કરવી, એજ પુણ્યને બાળી નાખે છે. આ વિષયમાં વ્યાસનું વચન પ્રમાણપ છે. ''निन्दा।न्यस्यात्मनः श्लाघा द्वयं सुकृतनाशकृत्'' ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે, બીજાની નિંદા, અને પોતાની પ્રશંસા આ બન્ને પોતાના જ પુણ્યને નાશ કરનાર છે. માટે બીજાની નિંદા કરવી નહિ, અને પોતાની પ્રશંસા કરવી નહિ. તેમ જ બીજાની પ્રશંસા પણ યથાયોગ્ય જ કરવી જોઇએ. આ વિષયમાં એક નીતિવાક્ય છે. ''प्रत्यक्षे गुरवस्तुत्याः परोक्षे मित्रबान्धवाः । कर्मान्ते दासभृत्याश्च न च पुत्रः न च स्त्रियः'' ।। इति ।। આ નીતિવાક્યનો એ અર્થ છે કે, ગુજનોની, અર્થાત્ સત્પુષોની પ્રશંસા કરવી હોય, તો પ્રત્યક્ષ કરવી. અર્થાત્ તેની હાજરીમાં જ કરવી. મિત્ર કે બંધુઓની પ્રશંસા કરવી હોય, તો એમની ગેરહાજરીમાં બીજા પાસે કરવી. બીજે પ્રશંસા કરવાથી ધીમે ધીમે એમની પાસે પહોંચી જાય છે. નોકરવર્ગની પ્રશંસા કરવી હોય, તો કર્માન્તે કરવી. અર્થાત્ આપણે બતાવેલું કામ કરી આપે, પછી જ પ્રશંસા કરવી કે, તમોએ આ બહુ સરસ રીતે કર્યું છે. પણ કામ પુરું થયાથી પહેલાં નોકરવર્ગની પ્રશંસા કરવી નહિ. અને પોતાના પુત્ર કે પત્નીની પ્રશંસા કરતાં જરા વિચાર કરવો. કારણ કે પત્ની અને પુત્ર એ કાંઇ નોકર નથી, એ મિત્ર પણ નથી. એતો પોતાનું જ અંગ છે. માટે પત્ની પુત્રનાં જે વખાણ, તે પોતાનાં જ વખાણ કર્યાં કહેવાય છે. માટે કહેવાનો એ અભિપ્રાય છે કે, પોતાની પ્રશંસા તો ન જ કરવી. અને બીજાની પ્રશંસા પણ વિચારીને યથાયોગ્ય જ કરવી. ।।૩૭।।