धर्मेण रहिता कृष्णभक्तिः कार्या न सर्वथा । अज्ञानिन्दाभयान्नैव त्याज्यं श्रीकृष्णसेवनम् ।।३९।।
મારા આશ્રિતો હોય તેમણે, ભગવાનની ભક્તિ, ધર્મથી રહિત સર્વ પ્રકારે કરવી નહિ, ધર્મ સહિત જ ભગવાનની ભક્તિ કરવી. અને અજ્ઞાની એવા મનુષ્યોની નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ધર્મ વિનાની ભક્તિ પાંગળી કહેલી છે. પાંગળો મનુષ્ય ક્યારેય પણ પર્વતારોહણ જેમ કરી શકે નહિ, તેમ ધર્મ વિનાની પાંગળી ભક્તિ મનુષ્યને મોક્ષપદે પહોંચાડી શકતી નથી. ધર્મ વિનાની ભક્તિ શઆતમાં તો પ્રબળ જણાતી હોય છે, પણ ધીમે ધીમે નિર્બળ બનીને, અંતે નાશ પામી જતી હોય છે. અને ધર્મે સહિત જે ભક્તિ છે, એતો ધીમે ધીમે પુષ્ટિને પામતી જાય છે, અને અંતે પરાકાષ્ટાને પામીને અખંડ સ્મૃતિના પમાં પરિણામને પામી જાય છે, કે જેનાથી કોઇ મોટું અને કઠીન સાધન શાસ્ત્રોમાં કહ્યું નથી, માટે ધર્મે સહિત જ ભગવાનની ભક્તિ કરવી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- ''यथा एकादश्यां न भुञ्जीत वैष्णवः पक्षयोर्द्वयोः'' ।। इति ।। આ સ્મૃતિમાં મનુષ્યોને એકાદશીનો ઉપવાસ કરવો એ સ્વધર્મ કહેલો છે. અને બીજી સ્મૃતિમાં ભગવાનને નૈવેદ્ય ધરીને ભગવાનની પ્રસાદીનો એક જ કોળીયો જમનારા પુષને આ કળીયુગમાં છ માસ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ રીતે ભગવાનની પ્રસાદીના માહાત્મ્યપ ભક્તિ વડે ઉપવાસ પ સ્વધર્મનો વૈષ્ણવોએ ત્યાગ કરવો નહિ. કારણ કે વૈષ્ણવોને તો હમેશાં બારે માસ ભગવાનની પ્રસાદીનું અન્ન જ જમવાનું હોય છે. માટે એકાદશીને દિવસે ભોજનનો જે નિષેધ છે, એતો નિત્ય પ્રાપ્ત ભગવાનની પ્રસાદીના અન્નનો પણ નિષેધ જ છે, એમ સમજવું. માટે ભગવાનની પ્રસાદીના અન્નનો એક જ કોળીયો જમવાથી છ માસ ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે, આવી લાલચથી એકાદશીને દિવસે એક ઉપવાસપ સ્વધર્મનો ત્યાગ કરવો નહિ. અર્થાત્ છ માસના ઉપવાસનું ફળ જતું કરી દેવું, પણ એકાદશીના ઉપવાસપ સ્વધર્મને જતો કરવો નહિ.
અને વળી ''तेपुस्तपस्ते जहुवुः सस्न्ुरार्या ब्रह्मानूचुर्नाम गृह्यन्ति ये ते'' ।। इति ।। આ સ્મૃતિ એમ કહે છે કે, ભગવાનના નામની અંદર બધું આવી જાય છે. ભગવાનના નામનું માહાત્મ્ય મોટું છે. તેથી શિયાળાની ઠંડી ઋતુમાં કદાચ સ્નાન ન થઇ શકે, તો પણ કોઇ જાતનો વાંધો નહિ, ભગવાનનું નામ લઇ લેવું. ભગવાનના નામની અંદર સ્નાન આવી જાય છે. સંધ્યાવંદન પણ આવી જાય છે. સ્નાન સંધ્યાદિકની કળાકુટ કરવાની કોઇ જર નથી. આ રીતે કેટલાક પ્રમાદી જનો કહેતા હોય છે. પણ શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- આ સ્મૃતિમાં ભગવાનના નામનું જે માહાત્મ્ય બતાવેલું છે, એ નામના માહાત્મ્યનો ઓથ લઇને પ્રાતઃકાળમાં સ્નાન-સંધ્યાદિક સ્વધર્મનો ક્યારેય પણ ત્યાગ કરવો નહિ. સ્વધર્મને સાથે રાખીને જ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, એ યોગ્ય છે, પણ ભગવાનના નામોચ્ચારણના બળથી સ્વધર્મને છોડી દેવો, એ યોગ્ય નથી.
અને વળી ''सर्वं विष्णुमयं जगत्'' ।। इति ।। આ સ્મૃતિવાક્યની અંદર જ્ઞાનનું માહાત્મ્ય બતાવેલું છે કે, આ સારૂં જગત વિષ્ણુમય છે. સ્ત્રી પણ વિષ્ણુ છે, અને પુષ પણ વિષ્ણુ છે. આવા જ્ઞાનના માહાત્મ્યનો ઓથ લઇને ભગવાનના મંદિરમાં અથવા ભગવાનની સમીપે રહીને, વારંવાર સ્ત્રીઓના મુખને ન જોવા પ પોતાનો સ્વધર્મ, અને સ્ત્રીઓની હાંસી મશ્કરી ન કરવા પ જે પોતાનો સ્વધર્મ તેનો ત્યાગ કરવો નહિ. અને જો ત્યાગ કરે, તો મહાન દોષ પ્રાપ્ત થાય છે. ''श्री विष्णोर्मन्दिरे स्थित्वा सेवायां तस्य वा क्वचित् । मुदा ये स्त्रीर्निरीक्षन्ते योनिकीटा भवन्ति ते'' ।। इति ।। આ શ્લોકમાં હારીતમુનિ કહે છે કે- ભગવાનના મંદિરમાં રહીને, અથવા ભગવાનની સેવામાં રહીને જે પુષો હર્ષ વડે વારંવાર સ્ત્રીઓને જ જોયા કરે છે, તે પુષો સ્ત્રીઓની યોનિમાં કીડાપે ઉત્પન્ન થાય છે. માટે જ્ઞાનના બળે કરીને પણ ભગવાનના મંદિરમાં દૃષ્ટિને નિયમમાં રાખવાપ સ્વધર્મનો ત્યાગ કરવો નહિ.
અને વળી ''दर्शनात् दुरितक्षयः'' ।। इति ।। આ સ્મૃતિ વાક્યનો અર્થ એવો છે કે, ભગવાનનાં દર્શનથી પાપમાત્રનો નાશ થઇ જાય છે. આ પ્રમાણે સ્મૃતિમાં કહેલાં ભગવાનનાં દર્શનનાં માહાત્મ્યનો ઓથ લઇને જન્માષ્ટમ્યાદિ ઉત્સવોમાં સ્ત્રીઓની ઘણી ભીડ હોય છે, તો એ સ્ત્રીઓની ભીડમાં પ્રવેશ ન કરવો, પ્રવેશ ન કરવા પ જે સ્વધર્મ તેનો ત્યાગ ન કરવો. અર્થાત્ ચાલોને હમણાં સ્ત્રીઓની ભીડમાંથી પ્રવેશ કરીને ચાલ્યા જઇએ, જો કાંઇક પાપ લાગશે તો હમણાં જ મંદિરમાં જઇને ભગવાનનાં દર્શન કરીશું, તેથી પાપમાત્રનો નાશ થઇ જશે. આ રીતે દર્શનના માહાત્મ્યના બળે કરીને પણ સ્વધર્મનો ત્યાગ કરવો નહિ. કારણ કે સ્વધર્મનો ત્યાગ કરીને કોઇ પુષ ભલે ભગવાનનાં દર્શન કરે, ભગવાનના નામનું ઉચ્ચારણ કરે, છતાંપણ એ ભગવાનનો અપરાધી કહેલો છે. આ વિષયમાં લઘુહારીતસ્મૃતિનું વાક્ય પ્રમાણપ છે.- ''अपहाय निजं धर्मं कृष्ण कृष्णेति वादिनः । ते हरेर्द्वेषिणो ज्ञोया धर्मार्थं जन्म यद्धरेः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- જે પુષો પોતાના ધર્મનો ત્યાગ કરીને ભલે કૃષ્ણ, કૃષ્ણ, આ રીતે ભગવાનના નામનું ઉચ્ચારણ કરે છે, છતાંપણ તે પુષો ભગવાનના દ્વેષી અને શત્રુ જાણવા, કારણ કે ભગવાનનો જન્મ ધર્મના રક્ષણને માટે જ થાય છે. માટે ધર્મની સાથે જ ભગવાનની ભક્તિ કરવી. અને વળી વરાહપુરાણમાં પ્રતિપાદન કરેલું છે કે- ''श्रुति स्मृतिर्ममैव आज्ञा यस्तामुल्लङ्घय वर्तते । आज्ञाभङ्गी मम द्वेषी स मद्बक्तो न वै धरे'' ।। इति ।। વરાહ ભગવાન પૃથ્વી પ્રત્યે કહે છે કે- હે પૃથ્વી ! શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં પ્રતિપાદન કરાયેલી જે આજ્ઞાઓ છે, તે મારી જ આજ્ઞાઓ છે. માટે જે પુષો શ્રુતિ અને સ્મૃતિ સંબન્ધી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને વર્તે છે, તે આજ્ઞાભંગી છે, મારો દ્વેષી છે, અને મારો ભક્ત પણ નથી. આ રીતે વરાહ ભગવાને કહ્યું છે, માટે ભક્તજનો હોય તેમણે ધર્મને સાથે રાખીને જ ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મનો ત્યાગ કરીને ભક્તિ કરવી નહિ. કારણ કે ધર્મ વિના ભક્તિની ક્યારેય પણ સિદ્ધિ થતી નથી, આવો ભાવ છે.
અને વળી આપણે ભગવાનની સેવા કે ભક્તિ કરતા હોઇએ, ત્યારે ભગવાન કે ભગવાનના ભક્તનું માહાત્મ્ય નહિ જાણનારા કોઇક અજ્ઞાની પુષો જો આપણી નિંદા કરે, તાડન કરે તોપણ એ નિંદા અને તાડનના ભય થકી ભગવાનની સેવા અને ભક્તિનો ત્યાગ કરવો નહિ. કારણ કે ભગવાન અને ભગવાનના ભક્તોની જે નિંદા કરવી એતો દુર્જનોનો સ્વભાવ હોય છે. તો દુર્જનો જેમ પોતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી. તેમ ભક્તજનો હોય તેમણે સેવા અને ભક્તિ કરવાપ પોતાના સ્વભાવનો ત્યાગ કરવો નહિ. નિંદા કરવી એ દુર્જનોની શોભા છે, તો એ નિંદાના ભય થકી સેવા અને ભક્તિનો ત્યાગ ન કરવો એ ભક્તની શોભા છે.
પરાશરસ્મૃતિમાં બતાવેલું છે કે- ''यो यस्य तत्त्वं पुरुषो न जानाति स तस्य निन्दां कुरुते न विद्वान्'' ।। इति ।। જે પુષો જેમનું માહાત્મ્ય જાણતા નથી, તે પુષો એમની નિંદા કરે છે. પણ માહાત્મ્ય જાણનારા પુષો કદી પણ એમની નિંદા કરતા નથી. તેમ અજ્ઞાની પુષો ભગવાન અને ભગવાનના ભક્તોનું માહાત્મ્ય જાણતા નથી, તેથી અજ્ઞાની પુષો ભગવાન અને ભગવાનના ભક્તની નિંદા કરે છે. માટે ભક્તોએ આવી નિંદાને ગણકારવી નહિ. ''यस्य त्राता चक्रपाणिर्दुर्जनस्तं करोति किम् । ततो न तद्बयात् भक्तिं जह्याद्विष्णोर्नरः सुधीः'' ।। इति ।। આ શ્લોકમાં કહેલું છે કે- જેમનું રક્ષણ કરનારા ચક્રપાણિ ભગવાન છે, તેમને દુર્જન પુષો શું કરી શકવાના હતા. માટે બુદ્ધિમાન પુષો હોય. તેમણે દુર્જનોના ભય થકી ભગવાનની ભક્તિનો ત્યાગ કરવો નહિ. જેમ વનમાં સિંહ ફરતો હોય, અને પાછળથી શિયાળીયાં બુમો પાડે તેણે કરીને સિંહ શું એ વનનો ત્યાગ કરી દે છે ? નહિ, સિંહ તો એ શિયાળીયાંને ઘાસના તણખલાની સમાન માને છે. તે જ રીતે ભગવાનના ભક્તો તો સિંહની સમાન છે. તેને શિયાળીયાંની સમાન એ દુર્જનો શું કરી શકવાના હતા ? માટે ભક્તોએ દુર્જનોના ભય થકી ભગવાનની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ કરવો નહિ. જેમ પૂર્વે ભગવાનના એકાંતિક ભક્ત પ્રહ્લાદ, પિતા હિરણ્યકશિપુના ભય થકી ભક્તિનો જરાપણ ત્યાગ કરેલો ન હતો. અને વિષ્ણુને જ કર્તા સમજીને પ્રહ્લાદજી નિર્ભય રહ્યા હતા, તેથી વિષ્ણુએ પ્રહ્લાદજીની રક્ષા કરી હતી. તે જ રીતે ભક્તજનો હોય તેમણે ભગવાનને જ કર્તા અને રક્ષણ કરનારા જાણીને નિર્ભય રહેવું, પણ દુષ્ટોના ભય હેઠળ દબાઇને મોક્ષમાર્ગપ ભક્તિનો ત્યાગ કરી દેવો નહિ, આવો અભિપ્રાય છે. ।।૩૯।।