શ્લોક ૪૦

उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतैः । पुम्भिः स्पृश्या न वनितास्तत्र ताभिश्च पुरुषाः ।।४०।।


અને ઉત્સવોના દિવસે તથા નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરમાં આવેલા પુષો હોય તેમણે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ. તથા સ્ત્રીઓ હોય તેમણે પુષનો સ્પર્શ કરવો નહિ, અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સામાન્યપણે સ્ત્રી પુષોનો પરસ્પર સ્પર્શ મનને ક્ષોભ ઉત્પન્ન કરનારો છે. તેથી શ્રીજીમહારાજે ભગવાનના મંદિરમાં વિશેષપણે સ્પર્શનો નિષેધ કર્યો છે, એ યોગ્ય જ કરેલો છે.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- આ શ્લોકની અંદર નિત્ય પ્રતિદિન ભગવાનના મંદિરમાં આવેલા પુષો અને સ્ત્રીઓએ મંદિરમાં પરસ્પર બુદ્ધિ પૂર્વક સ્પર્શ કરવો નહિ. અહીં ''નિત્ય પ્રતિદિન'' આ એક શબ્દના ગ્રહણથી, તેની અંદર ઉત્સવોનો પણ સમાવેશ થઇ જાય છે. નિત્ય પ્રતિદિન એટલે, ''૩૬૦ દિવસ'' તે દિવસોની અંદર તમામ ઉત્સવોનો સમાવેશ થઇ જાય છે. છતાં પણ આશ્લોકમાં ''ઉત્સવ'' એ શબ્દનો પૃથક્ ઉલ્લેખ કરેલો છે. તેનું કારણ એ જણાય છે કે, ઉત્સવોમાં જનમેદની ઘણી હોય છે. તેથી અસાવધાન પુષો અને સ્ત્રીઓને પરસ્પર સ્પર્શ થવાનો સંભવ રહે છે. અને તેથી જ પોતાના ભક્તોને ઉત્સવોમાં વિશેષ સાવધાની રખાવવા માટે ઉત્સવોનો પૃથક્ નિર્દેશ કરેલો હોય, એમ સહજાનંદ સ્વામીનો અભિપ્રાય જણાય છે. માટે ભક્તજનો હોય તેમણે પોતાના હૃદયમાં રહેલી કામવાસનાના અંકુરો ભગવાનના મંદિરમાં પ્રસ્ફુરિત ન થાય, તે માટે ભગવાનના મંદિરમાં વિશેષ સાવધાની રાખી કરી, જેમ બને તેમ સ્ત્રી પુષોના પરસ્પર સ્પર્શથી દૂર રહેવું ।।૪૦।।