શ્લોક ૪૧

कृष्णदीक्षां गुरोः प्राप्तैस्तुलसीमालिके गले । धार्ये नित्यं चोर्ध्वपुण्ड्रं ललाटादौ द्विजातिभिः ।।४१।।


ગુથકી કૃષ્ણની દીક્ષાને (વૈષ્ણવી દીક્ષાને) પામેલા મારા આશ્રિત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણના (મારા આશ્રિત) સત્સંગીઓએ કંઠને વિષે તુલસીની બેવડી કંઠી નિત્ય ધારણ કરવી, તથા લલાટ, હૃદય અને બે હાથ આમ ચાર જગ્યાએ ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જેમ ઉપનયન સંસ્કાર વિના ગાયત્રી મંત્ર અને વેદાધ્યયનમાં અધિકાર પ્રાપ્ત થતો નથી, સ્નાન વિના પૂજામાં જેમ અધિકાર પ્રાપ્ત થતો નથી. તેમ દીક્ષા ગ્રહણ કર્યા વિના, વૈષ્ણવપણું સ્વીકાર્યા વિના, ભગવાનની અર્ચનાદિ ભક્તિમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. ''दीक्षा तु व्रतसंग्रहः'' ।। इति ।। અભિધાન ચિંતામણીમાં દીક્ષાનો તાત્પર્યાર્થ વર્ણવેલો છે કે- દીક્ષા એટલે, 'વ્રતનો સ્વીકાર' કરવો. ''હું ઇશ્વરનો છું'' આ રીતે ઇશ્વરને સમર્પિત થવું. અર્થાત્ વૈષ્ણવ પણાનો સ્વીકાર કરવો, વિષ્ણુના શરણાગત બનવું, અને ત્યારપછી જો જાણી જોઇને કોઇપણ પાપકર્મો કરવામાં ન આવે તો પ્રારબ્ધકર્મ સિવાય પૂર્વનાં સંચિત પુણ્ય અને પાપપ કર્મનો શ્લેશ શરણાગતને લાગતો નથી. અર્થાત્ પૂર્વનાં પુણ્ય અને પાપપ કર્મો શરણાગતને વળગતાં નથી. તો કોને વળગે છે ? કારણ કે શાસ્ત્રોનો અટલ સિદ્ધાન્ત છે કે, કર્મો ભોગવ્યા વિના શાંત થતાં નથી. તેના ઉત્તરમાં શાસ્ત્રની અંદર કહેલું છે કે- શરણાગત ભક્તની જ્યારે મુક્તિ થાય છે, ત્યારે તેનાં સંચિત પુણ્ય અને પાપ બન્ને વહેંચાઇ જાય છે. તેમાં શરણાગત ભક્તની સાથે જે દ્વેષ રાખનારા હોય, તેને એ પૂર્વનાં પાપો વળગે છે. અને શરણાગત ભક્તની સાથે જે પુષો સ્નેહ ધરાવતા હોય, તેને પૂર્વનાં પુણ્યો વળગે છે. આ રીતે પુણ્ય અને પાપ ભોગવ્યા વિના શાંત થતાં નથી, તેથી શરણાગત ભક્તની જ્યારે મુક્તિ થાય, ત્યારે એ ભક્તના શત્રુઓ પાપને ભોગવે અને સ્નેહીઓ પુણ્યને ભોગવે. અને શરણાગત ભક્ત પુણ્ય તથા પાપથી રહિત થાય છે. માટે જ શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે- ભગવાનના મહાન ભક્તોની સાથે દ્વેષ રાખવો નહિ. દ્વેષ રાખવાનું ફળ પાપમાં ભાગીદારી કરવી એજ છે. અને સ્નેહ રાખવાનું ફળ પુણ્યમાં ભાગીદારી કરવી એજ છે.


અને વળી આવી શરણાગતિ બે પ્રકારની કહેલી છે- એક સદ્વારક અને બીજી અદ્વારક, તેમાં જે શરણાગતિ ગુદ્વારા સ્વીકારવામાં આવે, તેને સદ્વારક શરણાગતિ કહેવામાં આવે છે. ગુદ્વારા એ જીવ, ઇશ્વરના ચરણમાં સમર્પિત થાય છે, અને પછી ગુદ્વારા નિયમ અને મંત્રપ અનુગ્રહને પામી કરી, ગુએ બતાવેલા માર્ગને અનુસારે કેવળ ઇશ્વરની પ્રસન્નતાને માટે સેવા ભક્તિ કરવામાં આવે, તેને સદ્વારક શરણાગતિ કહેલી છે. આવા સદ્વારક શરણાગતની જવાબદારી ગુ ઉપર હોય છે.


અને જે પુષો સંપૂર્ણ શાસ્ત્રના જ્ઞાનને ધરાવનારા હોય, તેવા પુષો ગુ વિના પણ સાક્ષાત્ ઇશ્વરને સમર્પિત થઇ શકે છે. આ રીતે સાક્ષાત્ સીધે સીધા ઇશ્વરને જે સમર્પિત થવું, એ અદ્વારક શરણાગતિ કહેલી છે. આ અદ્વારક શરણાગતિ કરતાં સદ્વારક શરણાગતિ ઉત્તમ મનાયેલી છે. કારણ કે- સદ્વારક શરણાગતિમાં ગુ જ રખેવાડ કરીકે રહે છે. ગુ હમેશાં શરણાગતની દેખભાળ, માર્ગદર્શન આપતા રહે છે. આ રીતે ગુદ્વારા પરમાત્માને જે સમર્પિત થવું, તેને દીક્ષા કહેવામાં આવે છે. અને આ દીક્ષા બે પ્રકારની છે. એક સામાન્ય દીક્ષા અને બીજી મહાદીક્ષા.


હવે એ દીક્ષા કોની પાસેથી લેવી ? દીક્ષા આપનારા ગુ કેવા હોવા જોઇએ ? આ બધી બાબતોનું વર્ણન અહીં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામીએ સ્પષ્ટપણે કરેલું છે. સામાન્યપણે જ્યારે બાળક જન્મે છે, ત્યારે સૌ પ્રથમ એ બાળકને સંતો પાસે લાવે છે. સંતો એક સામાન્ય મંત્ર બોલીને પરમાત્માના ચરણમાં સમર્પિત કરે છે. કંઠી ધારણ કરાવે છે, વર્તમાન આપે છે. આ પણ એક દીક્ષા છે. આ દીક્ષામાં મંત્ર દીક્ષા હોતી નથી, જે સંપ્રદાયની પરંપરાએ ચાલ્યો આવતો શરણાગત મંત્ર છે, એ શરણાગત મંત્ર આપવાની વ્યવસ્થા શ્રીજીમહારાજે ગુપદે સ્થાપેલા બન્ને આચાર્યોને આપી છે. માટે દ્વિજાતિ એવા ત્રણે વર્ણવાળા પુષોએ ગુપદે રહેલા આચાર્ય થકી અવશ્ય શરણાગત મંત્ર સ્વીકારવો જોઇએ. જો કે આ શરણાગત મંત્ર સ્વીકારવાનો ચારે વર્ણના પુષોને અધિકાર છે. પણ તુલસીની કંઠી ધારણ કરવામાં માત્ર ત્રણે વર્ણને જ અને સચ્છૂદ્રને અધિકાર છે, આવો ભાવ છે. 


અને આ સામાન્ય મંત્રનો જપ કરતાં કરતાં જ્યારે દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને ગૃહસ્થાશ્રમને છોડીને બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રવેશવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, ત્યારે જ મહાદીક્ષાનો એ પુષ અધિકારી થાય છે. આ રીતે સામાન્યદીક્ષા અને મહાદીક્ષા, આ બન્ને દીક્ષાના જે મંત્રો છે, એ મંત્રો આપવાનો અધિકાર શ્રીજીમહારાજે ગુપદે સ્થાપેલા બન્ને આચાર્યોને આપેલો છે. માટે આ બન્ને દીક્ષા આચાર્ય થકી જ ગ્રહણ કરવી.


 હવે દીક્ષા આપનારા ગુ કેવા હોવા જોઇએ. ગુના મુખ થકી પ્રાપ્ત થતો જે મંત્ર છે, એ એક મોક્ષનું બીજ છે. જેમ બિયારણ શ્રેષ્ઠ હોય, અને જમીન પણ ફળદ્રુપ હોય, તો એ ઉગીને પાંગરે છે. તેમ મંત્રની અંદર જો દૈવત હોય, અને શિષ્યપી જમીનનું અંતઃકરણ પવિત્ર હોય, તો એ મંત્ર અંતઃકરણમાં ઉગીને પાંગરે છે. અને મોક્ષપદ અપાવે છે. પણ એ મંત્રની અંદર દૈવત ગુને લઇને આવે છે. મંત્ર આપનાર ગુની અંદર જો દૈવત હોય, તો એ ગુમુખ થકી પ્રાપ્ત થયેલો મંત્ર શિષ્યના અંતઃકરણમાં પ્રકાશ કરે છે. પણ ગુમાં જો દૈવત ન હોય, તો એ મંત્ર શિષ્યના હૃદયમાં ઉગીને પાંગરતો નથી, અને મોક્ષપદ અપાવતો નથી. માટે ગુલક્ષણોથી યુક્ત એવા ગુ પાસેથી દીક્ષા મંત્ર ગ્રહણ કરવો.


હવે મંત્રને આપનારા ગુનાં લક્ષણો પણ વિજ્ઞાનોપનિષત્સંહિતાને વિષે કહેલાં છે કે- જેમણે પોતાની ઇન્દ્રિયોને જીતીને વશ કરેલી હોય, ઇન્દ્રિયો અને અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તતા હોય, ઇન્દ્રિયો અંતઃકરણના દાબ્યા પોતે દબાતા ન હોય, શાસ્ત્રોમાં પ્રવિણ હોય, સ્વધર્મમાં નિત્ય રહેનારા હોય, આપત્કાળની અંદર પણ પોતાના ધર્મનો ત્યાગ કરતા ન હોય, આવા જે હોય, એજ ગુપદને લાયક છે. અને વળી બધાં લક્ષણો હોય, અને ધર્મવંશી પણ હોય, છતાં જો એને વિષે ભગવાનની ભક્તિ ન હોય, તો એ ગુપદને લાયક નથી. માટે જે ધર્મનિષ્ઠ હોય, અને ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાળા હોય, આવા ધર્મવંશી જે આચાર્ય, તે થકી કૃષ્ણની દીક્ષા, (એટલે વૈષ્ણવી દીક્ષા) ગ્રહણ કરીને સૌ પ્રથમ વૈષ્ણવપણું પ્રાપ્ત કરવું. અને ત્યાર પછી વૈષ્ણવપણાને સૂચવનારી એવી તુલસીની બે સરવાળી કંઠી કંઠમાં નિત્ય ધારણ કરવી. કારણ કે વૈષ્ણવી દીક્ષા એ એક સાત્વિકી દીક્ષા છે. અને તુલસી છે, એ પણ સાત્વિકતાને સૂચવનારી છે. તુલસી એક સાત્વિક કાષ્ઠ છે. માટે મોક્ષસંબન્ધી કોઇપણ સાત્વિક કાર્યને કરનારા પુષોને કંઠમાં તુલસીની કંઠી ધારણ કરવી જોઇએ.


અને વળી કંઠી કંઠમાં નિત્ય ધારણ કરી રાખવી. આ વિષયમાં પંચરાત્ર શાસ્ત્રનું વાક્ય પ્રમાણપ છે- ''यज्ञोपवीतवत् धार्या तुलसीकाष्ठमालिका'' ।। इति ।। જેમ યપવીત નિત્ય ધારણ કરવી જોઇએ, યપવીત વિના એક પગલું પણ ભરાય નહિ. એ જ રીતે કંઠી પણ કંઠમાં નિત્ય ધારણ કરી રાખવી. કંઠી ધારણ કર્યા વિના એક પગલું પણ ભરવું જોઇએ નહિ, આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.


અને વળી જે પુષો તર્ક કરનારા છે કે- લાકડાંને કંઠમાં નાખવાથી શું થાય ? આવા જે તર્કવાદી પુષો, કંઠમાં તુલસીની કંઠી ધારણ કરતા નથી. તે પુષો ભગવાનના કોપપી અગ્નિથી બળતા થકા નરકમાં પડે છે. અને વળી પશુની સમાન એવા જે પુષોના કંઠમાં તુલસીની કંઠી નથી, તે પુષનું અન્ન માંસની સમાન કહેલું છે. અને જળ મદિરાની સમાન કહેલું છે. માટે ભક્તોએ તર્ક કર્યા વિના કેવળ શ્રદ્ધાથી જ તુલસીની કંઠી અવશ્ય ધારણ કરવી. શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- ઘણા લોકો એવું માનતા હોય છે કે- તુલસીની કંઠી પૂજા સમયને વિષે જ ધારણ કરવી જોઇએ, હમેશાં ધારણ કરવી જોઇએ નહિ. અર્થાત્ ભોજન, શયન, મળમૂત્રનો ત્યાગ કરવો, એ આદિક ક્રિયાઓમાં તુલસીની કંઠી ધારણ કરવી ન જોઇએ. આવું ઘણાનું મંતવ્ય હોય છે. પણ શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામીનું મંતવ્ય એ છે કે- ભગવાનના ચરણમાં સમર્પિત કરેલી પ્રસાદીની કંઠી હમેશાં ધારણ કરી શકાય છે. અપવિત્ર ક્રિયાઓની અંદર પણ ધારણ કરી શકાય છે. કારણ કે ભગવાનના ચરણમાં સમર્પિત થયા પછી કંઠી બ્રહ્મપ થઇ જાય છે. કોઇ અપવિત્રતાનો દોષ પણ લાગતો નથી, માટે હમેશાં ધારણ કરી રાખવી.


અને વળી પ્રતિવાદી શંકા કરતાં કહે છે કે- બે સરવાળી કંઠી ધારણ કરવાનો શો હેતુ છે ? આના જવાબમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- બે સરવાળી કંઠી રાધા અને કૃષ્ણ, લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ આ રીતે યુગલસ્વપની ઉપાસનાને સૂચવનારી છે, એમ જાણવું. કોઇક વખત અતિ પ્રેમે કરીને રાધાદિ ભક્તો ભગવાનના સ્વપમાં લીન રહે છે. ત્યારે ભગવાન એકલા હોય છે. તેથી ક્યારેક એક સરવાળી કંઠી ધારણ કરવામાં પણ દોષ નથી.


હવે કંઠી ધારણ કરવાનો મંત્ર વિષ્ણુધર્મમાં પ્રતિપાદન કરેલો છે. ''तुलसीकाष्ठसंभूते माले विष्णुजनप्रिये । बिभर्मि त्वामहं कण्ठे कुरु मां कृष्णवल्लभम्'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, તુલસીના કાષ્ટમાંથી બનાવેલી, અને ભગવાનના ભક્તોને પ્રિય એવી, હે કંઠી ! હું તમોને કંઠમાં ધારણ કરૂં છું. માટે મને ભગવાનનો પ્રિય ભક્ત બનાવ. આ રીતે મંત્ર બોલીને તુલસીની કંઠી કંઠમાં ધારણ કરવી.


અને વળી તુલસી એ સમર્પણનાં દેવી છે. વૃંદાએ તપ કરીને ભગવાનના ચરણમાં સમર્પણ કર્યું છે. તેથી શાલિગ્રામ અને તુલસીને નિત્ય સાહચર્ય પ્રાપ્ત થયું છે. અને વૃન્દા જે તુલસી, તેને ભગવાને હમેશાં પોતાના ચરણમાં રાખ્યાં છે. વનમાળા પે ભગવાન હમેશાં કંઠમાં પણ ધારણ કરે છે. તો આવાં વૃન્દાદેવીને આપણે કંઠમાં ધારણ કરીએ છીએ, એ સમર્પણને સૂચવે છે કે હવે હું ભગવાનનો થયો, અને ભગવાન મારા થયા. આ રીતે તુલસીનું ધારણ એ સમર્પણનું પ્રતિક છે. માટે ભક્તજનોએ અવશ્ય કંઠમાં તુલસીની કંઠી ધારણ કરીને ભગવાનને સમર્પિત થવું, આવો અભિપ્રાય છે.


અને વળી લલાટ, હૃદય અને બન્ને બાહુના મૂળ, આમ ચાર સ્થાનકોને વિષે ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કરવાં. ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારણ કર્યા વિના સમગ્ર સત્કર્મો કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે અવશ્ય ઉર્ધ્વપુંડ્ર તિલક પણ ધારણ કરવું જોઇએ. બૃહન્નારદીયપુરાણમાં કહેલું છે કે- यागो दानं तपो होमः स्वाध्यायो देवतार्चनं । भष्मी भवति तत्सर्वं उर्ध्वपुंड्र विना कृतम् ।। ઉર્ધ્વપુંડ્ર તિલકને ધારણ કર્યા વિના યજ્ઞા, દાનાદિક જે કાંઇપણ સત્કર્મ કરેલું હોય, એ વ્યર્થ થઇ જાય છે. અને વળી ઉર્ધ્વપુંડ્ર તિલક વૈષ્ણવોનું અસાધારણ ચિહ્ન છે, અને ઉર્ધ્વપુંડ્ર તિલક સદાયને માટે ઉર્ધ્વગતિને સૂચવનારૂં છે. અર્થાત્ જે વિષ્ણુનો શરણાગત થયો, તેની હમેશાં ઉર્ધ્વગતિ જ થાય છે, અધોગતિ ક્યારેય પણ થતી નથી, આવું સૂચવનાર છે. માટે ત્રણે વર્ણવાળા પુષો હોય, તેમણે દીક્ષા ગ્રહણ કરીને કંઠમાં તુલસીની કંઠી અને લલાટ, હૃદય અને બન્ને બાહુને વિષે ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કરવાં, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૪૧।।