શ્લોક ૪૬

त्रिपुण्ड्ररुद्राक्षधृतिर्येषां स्यात्स्वकुलागता । तैस्तु विप्रादिभिः क्वापि न त्याज्या सा मदाश्रितैः ।


અને બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર તથા દ્રાક્ષનું ધારણ પોતાની કુળ પરંપરાએ ચાલ્યું આવ્યું હોય, અને એ બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય, તોપણ તેમણે ત્રિપુંડ્ર અને દ્રાક્ષનો ક્યારેય ત્યાગ કરવો નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ લોકમાં બે સંપ્રદાયો અનાદિકાળથી પ્રસિદ્ધ છે. તેમાં એક તો શિવ સંપ્રદાય, અને બીજો વૈષ્ણવ સંપ્રદાય. તેમાં શિવસંપ્રદાયના પુષોને વૈષ્ણવોના સમાગમે કરીને વિષ્ણુની ભક્તિ કરવામાં ચિ ઉત્પન્ન થયેલી હોય, અને વૈષ્ણવના ઉર્ધ્વપુંડ્રાદિક ચિહ્નો ધારણ કરવાની ઇચ્છા થયેલી હોય, છતાંપણ શિવનાં ચિહ્નોને ત્યાગ કરવામાં અને ઉર્ધ્વપુંડ્રાદિક વિષ્ણુનાં ચિહ્નોને ધારણ કરવામાં તકલીફ પડતી હોય. મનુષ્યો હાંસી કરે કે અરે ! શિવનો ભક્ત હતો ને વળી વિષ્ણુમાં જઇને ક્યાં ભળ્યો ? અને એનાં સંબન્ધીજનો પણ ક્લેશ કરતાં હોય કે, જો તારે અમારી ભેળું રહેવું હોય, અને અમારી નાતમાં ભળવું હોય, તો આ કામ નહિ આવે. આમ સંબન્ધીઓ તરફથી ક્લેશ થતો હોય, તેથી જો તે બહારથી વિષ્ણુનો આશ્રય ન કરી શકે, તો પણ તેમણે અંદરનો ભાવ શુદ્ધ રાખવો કે- હું વિષ્ણુનાં ચિહ્નો ભલે ધારણ કરી શકતો નથી. પણ હું છું તો વિષ્ણુનો જ. આ રીતે હૃદયના ભાવની શુદ્ધિ છે. એજ ભગવાનની પ્રસન્નતામાં હેતુપ છે. ભાવ શુદ્ધ ન હોય, અને ઉર્ધ્વપુંડ્રાદિક વિષ્ણુનાં ચિહ્નો ધારણ કરે, તેણે કરીને કાંઇ વિષ્ણુ પ્રસન્ન થતા નથી. આ વિષયમાં વિષ્ણુધર્મોત્તરનું વાક્ય પ્રમાણપ છે. ''उर्ध्वपुण्ड्रशतेनापि वृन्दमालाशतेन च । न विष्णुः प्रीयते भूप विशुद्धं भावमन्तरा'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે- ૧૦૦ એ ૧૦૦ ઉર્ધ્વપુંડ્ર તિલકો ધારણ કર્યાં હોય, અને સો એ સો તુલસીની કંઠીઓ ધારણ કરી હોય, છતાં જો ભાવ શુદ્ધ ન હોય તો વિષ્ણુ પ્રસન્ન થતા નથી. માછલાં ગંગાની અંદર રહેતાં હોય, પણ એનો ભાવ શુદ્ધ હોતો નથી, તેથી એ ગંગામાં પ્રતિદિન સ્નાન કરવા છતાં શુદ્ધ થતાં નથી. આ રીતે ભાવશુદ્ધિ છે, એજ ભગવાનની પ્રસન્નતામાં કારણપ છે. આમ સમજીને બ્રાહ્મણાદિક મારા આશ્રિતો હોય તેમણે પોતાની કુળપરંપરાથી ચાલ્યાં આવેલાં ત્રિપુંડ્રાદિક શિવનાં ચિહ્નો ત્યાગ કરવાં નહિ. કારણ કે વૈષ્ણવોને પણ એ શિવનાં ચિહ્નો ધારણ કરવામાં ક્યાંઇ નિષેધ સંભળાતો નથી. ત્રિપુંડ્રાદિક તો વૈષ્ણવોના રાજા એવા શંકરનું ચિહ્ન છે. અને શંકર તો સર્વે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણપ છે- ''वैष्णवानां यथा शंभुः'' ।। इति ।। જેમ સર્વે નદીઓમાં ગંગા નદી ઉત્તમ છે. જેમ સર્વે પુરાણોમાં ભાગવત પુરાણ ઉત્તમ છે. તેમ સર્વે વૈષ્ણવોમાં શિવજી, એ ઉત્તમ વૈષ્ણવ છે. માટે બ્રાહ્મણાદિક મારા આશ્રિતો હોય, તેમણે શિવનું ચિહ્ન પણ કદાચ ધારણ કરવું પડે તો એમાં કોઇ જાતનો દોષ નથી, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૪૬।।