स्तोत्रादेरथ कृष्णस्य पाठः कार्यः स्वशक्तितः । तथा।नधीतगीर्वाणैः कार्यं तन्नामकीर्तनम् ।।५।।
મારા આશ્રિત આત્મનિવેદી ભક્તજનો હોય, તેમણે અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે ''વિષ્ણુસહસ્રનામ'' આદિક સ્તોત્રનો પાઠ કરવો. અને સંસ્કૃતભાષાને જે ભણેલા ન હોય, તેમણે યથાશક્તિ ભગવાનનું નામકીર્તન કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- વિષ્ણુસહસ્રનામ, નારાયણકવચ, જનમંગલ તથા સર્વમંગલ ઇત્યાદિક સ્તોત્રનો જે પાઠ કરવો, તેને બ્રહ્મયજ્ઞા કહેવાય છે. માટે આત્મનિવેદી ભક્તજનો તેમણે બ્રહ્મયજ્ઞાની સિદ્ધિને માટે યથાશક્તિ વિષ્ણુસહસ્રનામ આદિક સ્તોત્રનો નિયમ વડે પાઠ કરવો. અને સંસ્કૃત ભાષાને જે ભણેલા ન હોય, અર્થાત્ સંસ્કૃત ભાષામાં લખાયેલાં સ્તોત્રને જે વાંચી શકે એમ ન હોય, તેમણે તો સ્તોત્રાદિકના પાઠની પેઠે નિયમપૂર્વક ભગવાનનાં નામોનું કીર્તન કરવું, કે નંદ સંતોનાં રચાયેલાં કીર્તનો બોલવાં, અને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. આ બધું અર્થના અનુસંધાન પૂર્વક કરવું, અને પ્રેમપૂર્વક કરવું, પ્રેમ વિનાનું અને માહાત્મ્ય વિનાનું કરેલું બધું વ્યર્થ થઇ જાય છે. માટે અષ્ટાક્ષર મંત્રનો જપ હોય, કે સ્તોત્રાદિકનો પાઠ હોય, એ બધું અર્થના અનુસંધાન પૂર્વક અને માહાત્મ્ય પૂર્વક કરવું.
અને વળી નારદપંચરાત્રને વિષે પણ પ્રતિપાદન કર્યું છે કે- ''नामकीर्तनतो वापि ब्रह्मयज्ञां समाचरेत्'' ।। इति ।। ભગવાનની પ્રસન્નતાને માટે જે સ્તોત્રાદિકનો પાઠ કરવો, તેને બ્રહ્મયજ્ઞા કહેવામાં આવે છે. તેમાં સ્તોત્રાદિકના પાઠનો જો સંભવ ન હોય, તો હરિ, કૃષ્ણ, સ્વામિનારાયણ, આવાં ભગવાનના નામોનું કીર્તન કરીને બ્રહ્મયજ્ઞા કરવો. આવો ભાવ છે. ।।૫૭।।