શ્લોક ૬૧

सर्वैरशक्तौ वार्धक्याग्दरीयस्यापदा।थवा । भक्ताय कृष्णमन्यस्मै दत्त्वा वृत्त्यं यथाबलम् ।।६१।।


સર્વે મારા આશ્રિતો હોય તેમણે, વૃદ્ધપણાને કારણે જો પોતાથી પૂજાદિક થઇ શકે નહિ. અથવા કોઇ મોટી આપત્તિને કારણે પોતાથી પૂજાદિક થઇ શકે નહિ, તો પોતાને પૂજવા યોગ્ય જે ભગવાનનું સ્વપ તે બીજા ભક્તને અર્પણ કરીને, પછી પોતાને પોતાના સામર્થ્યને અનુસારે વર્તવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આત્મનિવેદી ભક્તો હોય કે પછી સામાન્ય ભક્તો હોય, બધા ભક્તજનોએ કોઇપણ સંજોગોને કારણે પોતાથી જો બાહ્ય પૂજા થઇ શકે નહિ, તો પોતાને પૂજવા યોગ્ય જે ભગવાનનું પ્રતિમાસ્વપ હોય કે પછી શાલગ્રામ હોય, એ બીજા યોગ્ય ભક્તને પ્રાર્થના પૂર્વક અર્પણ કરીને પોતાને તો દેશ, કાળ અને શક્તિને અનુસારે વર્તવું. અને કેવળ માનસીપૂજા કરીને પોતાના વૈષ્ણવપણાનું રક્ષણ કરવું. આ વિષયમાં લઘુહારીત સ્મૃતિનું વાક્ય પ્રમાણપ છે. ''आपत्काले वैष्णवानां विहितं मनसार्चनम् । एकमेव न बाह्यं तु द्वितीयं शक्त्यभावतः'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- કોઇપણ આપત્તિને કારણે જો પોતાથી બાહ્યપૂજા થઇ શકે નહિ, તો વૈષ્ણવોએ કેવળ મન વડે પૂજન કરવું. અર્થાત્ મનથી કલ્પેલા ઉપચારો વડે વિષ્ણુની માનસી પૂજા કરીને પોતાના વૈષ્ણવપણાનું રક્ષણ કરવું, આવો અભિપ્રાય છે. ।।૬૧।।