आचार्येणैव दत्तं यद्यच्च तेन प्रतिष्ठितम् । कृष्णस्वरूपं तत्सेव्यं वन्द्यमेवेतस्तु यत् ।।६२।।
સર્વે મારા આશ્રિતો હોય તેમણે, આચાર્યે જે સ્વપ પોતાને આપેલું હોય, તેવી જ રીતે આચાર્યે જે સ્વપને પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરેલું હોય, એજ ભગવાનનું સ્વપ પ્રતિદિન સેવવું, એ સિવાયનાં બીજાં ભગવાનનાં સ્વપો હમેશાં વંદન કરવા યોગ્ય છે, પણ પ્રતિદિન સેવવા યોગ્ય નથી.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આચાર્યે ભગવાનનું જે સ્વપ પોતાને પ્રતિદિન પૂજવા માટે આપેલું હોય, તેવી જ રીતે આચાર્યે જે ભગવાનના સ્વપને પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરેલું હોય, તે જ સ્વપને સેવવાથી વૈષ્ણવ સંપ્રદાયની જે મર્યાદા છે, એ જળવાઇ રહે છે.
અને જો ભિન્ન માર્ગના આચાર્ય, અર્થાત્ વૈષ્ણવસંપ્રદાય સિવાયના કોઇ શિવ સંપ્રદાયના કે શાક્ત સંપ્રદાયના આચાર્યે આપેલું કે પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરેલું ભગવાનનું સ્વપ પ્રતિદિન સેવવા માંડે, તો વૈષ્ણવ સંપ્રદાયની જે મર્યાદા છે તે છિન્ન ભિન્ન થઇ જાય છે. આપણો આ ઉદ્ધવ સંપ્રદાય છે, એ ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામીએ પ્રવર્તાવેલો હોવાથી ઉદ્ધવસંપ્રદાય કહેવાય છે. અને ઉપાસનાની રીતે તો વૈષ્ણવસંપ્રદાય કહેવાય છે. કારણ કે આપણા ઉદ્ધવસંપ્રદાયમાં વિષ્ણુની જ ઉપાસના પ્રવર્તેલી છે, પણ શિવની કે કોઇ બીજા દેવોની ઉપાસના પ્રવર્તેલી નથી. કોઇપણ અવતારોની ઉપાસના કરવી, એ વિષ્ણુની જ ઉપાસના કહેવામાં આવે છે. કારણ કે સર્વે અવતારો વિષ્ણુના જ અવતારો કહેલા છે. આ રીતે આપણો સંપ્રદાય વૈષ્ણવસંપ્રદાય પણ કહેવામાં આવે છે. અને આ સંપ્રદાયના પ્રવર્તક ઉદ્ધવજી છે માટે ઉદ્ધવસંપ્રદાયના નામથી પ્રસિદ્ધિને પામ્યો છે. આપણા ઉદ્ધવસંપ્રદાયમાં તો વ્યવસ્થા કરાયેલી જ છે કે, શ્રીજીમહારાજે પ્રસ્થાપિત કરેલ ધર્મવંશી આચાર્યે જે સ્વપ પૂજ્યપણે પોતાને અર્પણ કર્યું હોય, કે પછી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠાપિત કરેલું હોય, એજ સ્વપને પ્રતિદિન સેવવું. અને એ સિવાયનાં સ્વપો ભગવાનનો ભાવ રાખીને પ્રેમથી વંદન કરવા યોગ્ય છે.
''अनादि सिद्धिपीठ पुण्यक्षेत्रस्थ भगवत्स्वरूपाणि तु सेव्यान्येव'' ।। इति ।। શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- જગન્નાથપુરી, રામેશ્વર, બદ્રીનારાયણ, તિપતિ ઇત્યાદિક પ્રાચીન પૂણ્ય તીર્થોને વિષે રહેલાં ભગવાનનાં સ્વપો ભલે કોઇ ભિન્ન માર્ગના આચાર્યે પધરાવેલાં હોય, છતાં પણ એ સ્વપો તો અવશ્ય સેવવા યોગ્ય જ છે. આમ કહ્યું તેથી જો કે વૈષ્ણવસંપ્રદાયના કોઇપણ આચાર્યે પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરેલાં ભગવાનનાં સ્વપોને સેવવામાં કોઇ મોટી હાનિ નથી, કે કોઇ મોટું પાપ પણ નથી. ભગવાનનાં સ્વપોની અંદર પ્રકટ ભાવ લાવીને ઉપાસના કરવાથી મોક્ષ પણ થાય, એમાં કોઇ જાતનો સંદેહ નથી. છતાં આપણા માટે તો ભગવાનની આજ્ઞા એજ સર્વોપરિ છે. માટે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એજ પુણ્ય છે; અને આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એજ હાનિ છે. માટે આપણા સંપ્રદાયમાં શ્રીજીમહારાજે પ્રસ્થાપિત કરેલા બન્ને ગાદીના આચાર્યે પ્રતિષ્ઠાવિધિથી સ્થાપિત કરેલાં ભગવાનનાં સ્વપોને સેવવાં, આવી જે મર્યાદા છે. એ મર્યાદાનો જે રીતે ભંગ ન થાય, એ રીતે સાવધાન રહીને પ્રભુ ભજન કરવું, અને ભગવાનની પ્રતિમાઓમાં ધાતુની કે પથ્થરની બુદ્ધિ ક્યારેય આવવા દેવી નહિ. પથ્થરની પ્રતિમા હોય કે પછી ધાતુની પ્રતિમા હોય, તેમની અંદર પ્રકટ ઇશ્વરની ભાવના લાવીને સેવવાથી જ મોક્ષ થાય છે. જેમ કાષ્ટમાં અગ્નિ રહ્યો છે. પણ જ્યાં સુધી અગ્નિને પ્રગટ કરવામાં ન આવે, ત્યાં સુધી અગ્નિ કોઇ વસ્તુને બાળી શક્તો નથી. તેમ ધાતુ આદિકની પ્રતિમાની અંદર જ્યાં સુધી પ્રકટપણાની ભાવના ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી પ્રતિમાઓ મનુષ્યનો મોક્ષ કરી શક્તી નથી. માટે પ્રતિમાઓની અંદર પથ્થર કે ધાતુની બુદ્ધિનો ત્યાગ કરીને પ્રત્યક્ષપણાની ભાવના પ્રગટ કરવી. આવો અભિપ્રાય છે. ।।૬૨।।