भगवन्मन्दिरं सर्वैः सायं गन्तव्यमन्वहम् । नामसङ्कीर्तनं कार्यं तत्रोच्चै राधिकापतेः ।।६३।।
સર્વે મારા આશ્રિતો હોય તેમણે, પ્રતિદિન સાયંકાળે ભગવાનના મંદિરમાં જવું, અને મંદિરમાં જઇને રાધિકાના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ઉંચે સ્વરે નામ કીર્તન કરવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પ્રતિદિન સાયંકાળે ભગવાનના મંદિરમાં જઇને નામ કીર્તન કરવું. આમ શ્રીજીમહારાજે જે કહ્યું, એનો અર્થ એમ સમજવો નહિ કે પ્રાતઃકાળમાં ભગવાનના મંદિરમાં જવું જ નહિ. પ્રાતઃકાળમાં પણ જો સમય મળે તો અવશ્ય ભગવાનનાં દર્શન કરવા માટે મંદિરમાં જવું. પણ અહીં સાયંકાળે ભગવાનનાં દર્શનાર્થે મંદિરમાં જવાનો જે શ્રીજીમહારાજે ઉલ્લેખ કરેલો છે, તેનું તાત્પર્ય એ છે કે, આખો દિવસ આપણું મન સાંસારિક કાર્યોમાં ઓતપ્રોત રહેલું હોય છે. તેથી સાંસારિક અને ગ્રામ્ય વિષયોપી પવનથી હિલોડે ચડી ગયેલા મનને શાંત કરવાનું સ્થાન ભગવાનનું મંદિર કહેલું છે. તથા સાયંકાળે ભગવાનના મંદિરમાં જઇને ભગવાનનાં દર્શન કરવાથી, ભગવાનનું નામ કીર્તન કરવાથી મનને લાગેલો જે સાંસારિક થાક દૂર થઇ જાય છે. અને મન નિર્વિષયી બની જાય છે. અર્થાત્ વિષયોપી પવનથી હિલોડે ચડેલું મન શાંત થઇ જાય છે, આવો ભાવ છે.
ભગવાનના મંદિરમાં જઇને ઉચ્ચસ્વરે ભગવાનનું નામ કીર્તન કરવું, આમ શ્રીજીમહારાજે જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, કળીયુગમાં ભગવાનના નામ કીર્તનને જ મોક્ષનું સાધન કહેલું છે. આ વિષયમાં ભાગવતનું વચન પ્રમાણપ છે- ''कलेर्दोषनिधे राजन् अस्ति ह्येको महागुणः । कीर्तनादेव कृष्णस्य मुक्तबन्धः परं व्रजेत्'' ।। इति ।। આ વાક્યમાં શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે- રાજન્ ! કળીયુગ તો દોષના ખાણપ છે, છતાં કળીયુગમાં એક મોટો ગુણ રહેલો છે કે, જે કળીયુગમાં કેવળ ભગવાનનું નામ કીર્તન કરવાથી મનુષ્ય મોક્ષ ગતિને પામી જાય છે. વિષ્ણુપુરાણમાં પણ કહેલું છે કે- ''ध्यायन् कृते यजन् यज्ञौस्त्रेतायां द्वापरे।र्चयन् । यदाप्नोति तदाप्नोति कलौ संकीर्त्य केशवम्'' ।। इति ।। સત્યયુગમાં ધ્યાન કરવાથી મનુષ્ય જે ગતિને પામે છે. ત્રેતાયુગમાં ય કરવાથી મનુષ્ય જે ગતિને પામે છે. દ્વાપરયુગમાં ભગવાનની પૂજા કરવાથી મનુષ્ય જે ગતિને પામે છે. એ ને એ ગતિ કળીયુગમાં કેવળ નામ કીર્તન કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે. અર્થાત્ કળીયુગમાં ભગવાનનું નામ કીર્તન છે એજ ઉત્તમ સાધન છે. બીજા સાધનોથી પણ મોક્ષ તો થાય છે. છતાં નામ કીર્તન એ સર્વે સાધનોથી ઉત્કૃષ્ટ સાધન છે. વિષ્ણુધર્મોત્તરમાં પણ કહેલું છે કે- જે પુષ પ્રતિદિન હરિ, કૃષ્ણ, સ્વામિનારાયણ, કેશવ, ગોવિન્દ, આવાં નામોનું નામિના સ્મરણની સાથે ઉચ્ચારણ કરે છે, એ પુષને કળીયુગ ક્યારેય પણ બાધ પમાડી શકતો નથી. અને વળી ગડ પુરાણમાં કહેલું છે કે, જે પુષ સાવધાન થઇને એક જ મુહૂર્ત પર્યંત ભગવાનના નામોનું નામિના સ્મરણ સાથે ઉચ્ચારણ કરે છે, તે પુષ પણ મોક્ષસિદ્ધિને પામી જાય છે. તો પછી હમેશાં જે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતો હોય, એ મોક્ષસિદ્ધિને પામે એમાં તો કહેવું જ શું ? એ તો પામે જ. આ રીતે કળીયુગમાં ભગવાનના નામ કીર્તનને એક ઉત્કૃષ્ટ મોક્ષના સાધન તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલું છે. માટે પ્રતિદિન ભક્તોએ ભગવાનના મંદિરમાં જઇને ઉંચેસ્વરે ભગવાનનું નામ કીર્તન કરવું, આવો ભાવ છે. ।।૬૩।।