શ્લોક ૬૫

प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः । संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति ।।६५।।


અને સર્વે મારા આશ્રિતો હોય તેમણે, પૂર્વે કહ્યું એ પ્રમાણે જ પ્રતિદિન કરવું અને સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રન્થોનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પ્રાતઃકાળે સૂર્યોદય થયાથી પહેલાં જાગવું અને સાયંકાળે ભગવાનની કથાવાર્તાને અંતે સૂઇ જવું. આ રીતે સવારથી સાયંકાળ પર્યંતનો જે વિધિ પૂર્વના શ્લોકમાં બતાવ્યો, તેને નિત્યકર્મ કહેવાય છે. તો આ નિત્યકર્મને પ્રતિદિન મારા આશ્રિતોએ સાવધાન થઇને અનુસરવું, અને દિવસ દરમ્યાન જ્યારે સમય મળે ત્યારે સંસ્કૃત ભાષામાં રચાયેલા કે પ્રાકૃત ભાષામાં રચાયેલા ગ્રંથોનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ગ્રન્થોનો અભ્યાસ કરવાથી જ ધર્મ અને અધર્મનું સ્વપ જણ્યામાં આવે છે. અને ગ્રંથોનો અભ્યાસ કરવાથી જ ભગવાન અને ભગવાનના ભક્તોનું માહાત્મ્ય જાણ્યામાં આવે છે. અને માહાત્મ્ય જાણવાથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. અને ભક્તિથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં મહાભારતનું વાક્ય અહીં પ્રમાણ તરીકે ટાંકેલું છે- ''यथा यथा हि पुरुषो नित्यं शास्त्रं निषेवते । तथा तथा विजानाति विज्ञानमथ रोचते'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે- પ્રતિદિન પુષ જેમ જેમ શાસ્ત્રોનું સેવન કરતો જાય છે, તેમ તેમ પ્રથમ તો આત્મા અને પરમાત્માનું સામાન્ય જ્ઞાન થાય છે. અને પછી જેમ જેમ શાસ્ત્રોનું મનન કરતો જાય છે. તેમ તેમ આત્મા અને પરમાત્માના સ્વપનું વિશેષ જ્ઞાન થતું જાય છે. આ રીતે આત્મા અને પરમાત્માનું વિશેષ જ્ઞાન થયા પછી જ ઉપાસનાનો પ્રારંભ થાય છે. અર્થાત્ આત્મા અને પરમાત્માના સ્વપનું જે શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાન છે, એજ ઉપાસનાની (ભક્તિની) આધાર શિલા કહેલી છે. અને ઉપાસના પ્રાપ્ત થયા પછી, વર્ણાશ્રમોના ધર્મનું જે યથાર્થ આચરણ છે, એ ઉપાસનાનું પોષક છે. અર્થાત્ આત્મા પરમાત્માના શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાનથી ઉપાસનાનો ઉદય થાય છે. અને વર્ણાશ્રમના આચરણથી ઉપાસના પુષ્ટિને પામી અખંડ પરમાત્માના સ્મરણના પમાં પરિણામને પામે છે. અને પોષક એવા વર્ણાશ્રમ ધર્મના સ્વપનું જ્ઞાન પણ શાસ્ત્રોના અભ્યાસ થકી જ પ્રાપ્ત થાય છે. માટે ભક્તજનો હોય તેમણે અવશ્ય શાસ્ત્રોનો અભ્યાસ કરવો, આવો અભિપ્રાય છે. ।।૬૫।।