यादृशैर्यो गुणैर्युक्तस्तादृशे स तु कर्मणि । योजनीयो विचार्यैव नान्यथा तु कदाचन ।।६६।।
મારા આશ્રિતો હોય તેમણે, જે પુષ જેવા ગુણથી યુક્ત હોય, તે પુષને તેવા કાર્યમાં વિચારીને જ જોડવો, પણ જે પુષ જે કાર્યમાં યોગ્ય ન હોય, તેવા પુષને એ કાર્યમાં ક્યારેય પણ જોડવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જે માણસ જેવા પ્રકારના ધાર્મિક ગુણોથી યુક્ત હોય, અથવા જેવા પ્રકારના વ્યાવહારિક ગુણોથી યુક્ત હોય, તે માણસને તેના ગુણનો નિશ્ચય કરી, તેના ગુણને યોગ્ય એવા કાર્યમાં જ જોડવો, પણ લાયકાતથી વિપરીતપણે ક્યારેય જોડવો નહિ. આ વિષયમાં યાજ્ઞાવલ્ક્ય ઋષિએ કહેલું છે કે- ''धर्मकृत्येषु धर्मज्ञान् अर्थकृत्येषु पण्डितान् । स्त्रीषु क्लीबान् नियुञ्जित नीचान् नीचेषु कर्मसु'' ।। इति ।। ધર્મ સંબન્ધી કાર્ય હોય, એમાં ધર્મને જાણનારા પુષની નિમણુંક કરવી. અને જે પુષ અર્થ કાર્યમાં યોગ્ય હોય, અર્થાત્ વહીવટ બરાબર ચલાવી શકે એમ હોય, તે પુષની અર્થકાર્યમાં નિમણુંક કરવી. અને વળી સ્ત્રી સંબન્ધી કોઇ કાર્ય હોય, તેમાં નપુંસકની નિયુક્તિ કરવી, અને કોઇ નીચનું કાર્ય હોય, તેમાં નીચ પુષોની નિમણુંક કરવી. આ રીતે જેની જેવી લાયકાત હોય, એ રીતે પુષની કાર્યમાં નિયુક્તિ કરવી. પણ લાયકાતને જોયા વિના ક્યારેય પણ કાર્યમાં નિયુક્તિ કરવી નહિ. અને જો કરવામાં આવે તો એ કાર્ય છિન્ન ભિન્ન થઇ જાય છે. આવો ભાવ છે. ।।૬૬।।