नोरौ कृत्वा पादमेकं गुरुदेवनृपान्तिके । उपवेश्यं सभायां च जानू बद्ध्वा न वाससा ।।७०।।
મારા આશ્રિતો હોય તેમણે, ગુ, દેવ અને રાજાની સમીપે તથા સભામાં પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ, તથા વસ્ત્ર વડે ઢીંચણ બાંધીને પણ બેસવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજ આ શ્લોકમાં પોતાના ભક્તોને બેસવાનો વિવેક શીખવાડે છે. ગુ, દેવ કે રાજાની સમીપે જો પગ ઉપર પગ ચઢાવીને બેસીએ તો એ અહંકાર સૂચક એક અવિવેક ગણાય છે. માટે ગુ, દેવ તથા રાજાની સમીપે તો નમ્ર અને વિવેક ભાવથી બેસવું. એજ રીતે સભામાં પણ નમ્ર ભાવથી તથા વિવેકથી સ્વસ્તિક આસન વાળીને બેસવું. અથવા તો પદ્માસન વાળીને બેસવું, પણ પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ. અને વળી ગુ, દેવ તથા રાજાની સમીપે કે સભામાં વસ્ત્રો વડે ઢીંચણને બાંધીને બેસવું નહિ, તથા પગ પહોળા કરીને પણ બેસવું નહિ. આ વિષયમાં સ્મૃતિવાક્ય પ્રમાણપ છે. ''आचार्यस्य वृद्धादेरन्तिके च सदस्यपि । वीरासनेन पुरुषो नासीत प्रौढपान्नच'' ।। इति ।। આ સ્મૃતિવાક્યનો એ અર્થ છે કે, આચાર્યની સમીપે કે વૃદ્ધાદિકની સમીપે અથવા તો સભામાં વીરાસન વાળીને બેસવું નહિ. તથા પગ પહોળા કરીને બેસવું નહિ. અર્થાત્ વિવેકપૂર્વક બેસવું આવો અભિપ્રાય છે. ।।૭૦।।