विवादो नैव कर्तव्यः स्वाचार्येण सह क्वचित् । पूज्यो।न्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलैः ।।७१।।
સર્વે મારા આશ્રિતો હોય તેમણે, પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ કરવો નહિ, અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન અને વસ્ત્રાદિકે કરીને પોતાના આચાર્યને પૂજવા.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પોતાના આચાર્ય એટલે ગુની સાથે વિવાદ કરવો નહિ. અર્થાત્ આચાર્યનાં ધર્મસંબન્ધી યોગ્ય વચન હોય તો પાછાં ઠેલવાં નહિ. અને આચાર્યની વાણી વડે અવજ્ઞા કરવી નહિ, તથા આચાર્યની સાથે વાણી વડે કજીયો પણ કરવો નહિ. ''पालनीयं गुरो र्वाक्यं सर्वथा परमादरात्'' ।। इति ।। આ સ્મૃતિવાક્યની અંદર પ્રતિપાદન કરેલું છે કે, ગુનું વચન સર્વ પ્રકારે પરમ આદર થકી પાલન કરવું અને ગુની અનુવૃત્તિ હમેશાં જાળવવી.
અને વળી પોતાના આચાર્યની પોતાની શક્તિ પ્રમાણે અન્ન, ધન, વસ્ત્ર આદિક ઉપહારો વડે પૂજા કરવી. વિષ્ણુરહસ્યની અંદર કહેલું છે કે- ''उपाहारैर्यथाशक्ति काले काले निजं गुरुम् । अर्चयेद्देववत् प्राज्ञाः सर्वदेवमयोगुरुः'' ।। इति ।। શિષ્યો હોય તેમણે સમય સમયને અનુસારે અને પોતાની શક્તિને અનુસારે ગુને ઉપહારો અર્પણ કરીને પૂજવા. કારણ કે ગુ સર્વે દેવમય કહેલા છે. ગુની પૂજા કરવાથી સર્વે દેવોની પણ પૂજા કરાયેલી થાય છે. માટે ભાવથી પોતાના આચાર્યની સેવા કરવી આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૭૧।।