શ્લોક ૭૨

तमायान्तं निशम्याशु प्रत्युद्गन्तव्यमादरात् । तस्मिन् यात्यनुगम्यं च ग्रामान्तावधि मच्छ्रितैः ।।७२।।


સર્વે મારા આશ્રિતો હોય તેમણે, પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ આચાર્યની સન્મુખ જવું. અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આચાર્ય જ્યારે પોતાને આંગણે પધારતા હોય ત્યારે ભાવપૂર્વક ગુની સન્મુખ જઇને તેનું સન્માન કરવું, પોતાના ગુને આવકાર આપવો, એ તો શિષ્યનો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય છે. 


અને વળી જ્યારે ગુ પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. અને ગુ જ્યારે પોતાના ગામથી વિદાય લેતા હોય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે ગુને ભેટો પણ અર્પણ કરવી. માધવીયપરાશરસ્મૃતિમાં કહેલું છે કે- ''प्रत्युद्गच्छेत् समायान्तं यान्तं चानुव्रजेग्दुरुम् । ग्रामान्तावधि सीमान्तावधि वा।म्ब्वाशयावधि'' ।। इति ।। ગુ જ્યારે પધારે ત્યારે સામા જવું, અને જ્યારે વિદાય લે ત્યારે ગામની ભાગોળ સુધી અથવા ગામના સીમાડા પર્યંત, અથવા તો ગામની બહાર કોઇ જળાશય હોય ત્યાં સુધી વળાવવા જવું. આવો અભિપ્રાય છે. ।।૭૨।।