अपि भूरिफलं कर्म धर्मापेतं भवेद्यदि । आचार्यं तर्हि तन्नैव धर्मः सर्वार्थदोस्ति हि ।।७३।।
મારા આશ્રિતો હોય તેમણે, ઘણુંક છે ફળ જેમનું એવું કર્મ જો ધર્મથી રહિત હોય તો તે કર્મનું આચરણ કરવું જ નહિ. કારણ કે ધર્મ છે એજ સર્વે પુષાર્થને આપનારો છે. માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇ મોટા ફળના પ્રલોભનથી પોતાના ધર્મનો ત્યાગ કરી દેવો નહિ. આ લોકમાં અને પરલોકમાં ધર્મ છે, એજ પ્રાણીઓનો સાચો મિત્ર છે. ધર્મ વિના તો ઉપાસના માર્ગની પુષ્ટિ પણ થતી નથી. અને તેના વિના મોક્ષની સિદ્ધિ થતી નથી. કારણ કે મોક્ષની સિદ્ધિમાં ધર્મ પહેલું પગથીયું છે. તેથી મોક્ષનાં સર્વે સાધનોમાં ધર્મની પ્રાથમિક્તા કહેલી છે. અને વળી આ લોક તથા પરલોક સંબન્ધી જે સુખ છે, એ પણ ધર્મનું પાલન કરવાથી જ પ્રાપ્ત થાય છે. અને ધર્મ છે એજ પોતાના સર્વે ઇચ્છિત મનોરથોને આપનાર છે. સ્મૃતિની અંદર કહેલું છે કે- ''ऐहिकं तु सुखं यत्तद्यच्चाप्यामुष्मिकं सुखम् । धर्मेणैव तदाप्नोति धर्मभ्रष्टो विनश्यति'' ।। इति ।। આલોક સંબન્ધી તથા પરલોક સંબન્ધી કોઇપણ સુખ મનુષ્ય ધર્મ વડે જ પ્રાપ્ત કરી શકે છે. અને ધર્મથી ભ્રષ્ટ થયેલો માનવ આલોકના તથા પરલોકના સુખ થકી ભ્રષ્ટ જ થાય છે. અર્થાત્ મોટે ભાગે દુઃખનો જ ભાગીદારી બને છે. સકામ ભાવથી જો ધર્મનું આચરણ કરવામાં આવે, તો એ ધર્મ સ્વર્ગાદિકના સુખને આપનાર થાય છે. અને નિષ્કામ ભાવથી જો ધર્મનું આચરણ કરવામાં આવે, તો એ ધર્મ મોક્ષને આપનાર થાય છે. આ રીતે ધર્મ સર્વે પુષાર્થને આપનારો કહ્યો છે. માટે કોઇ મહાન પ્રલોભનમાં વશ થઇને ધર્મનો ત્યાગ કરવો નહિ. અર્થાત્ કોઇ પોતાને પ્રલોભન આપે કે તું આ માણસનો વધ કરી નાખ, હું તને એક કરોડ પિયા આપીશ. તો મનુષ્યનો વધ કરવા પ કર્મ ધર્મથી વિદ્ધ છે. તેથી એક કરોડ પિયાના પ્રલોભનથી પણ અહિંસાપ પોતાના ધર્મનો ત્યાગ કરવો નહિ. અર્થાત્ કોઇપણ કર્મ અલ્પ ધર્મથી વિદ્ધ હોય, એવા કર્મનું કોઇ પ્રલોભનને લીધે પણ આચરણ કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૭૩।।