શ્લોક ૭૪

पूर्वैर्महद्बिरपि यदधर्माचरणं क्वचित् । कृतं स्यात्तत्तु न ग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृतः ।।७४।।


સર્વે મારા આશ્રિતો હોય તેમણે, પૂર્વે થઇ ગયેલા મહાપુષોએ પણ જો ક્યારેક કાંઇ અધર્માચરણ કર્યું હોય, તો તેનું ગ્રહણ કરવું નહિ, અને એ મહાપુષોએ જે ધર્માચરણ કર્યું હોય, તેનું ગ્રહણ કરવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પૂર્વ કાળે થઇ ગયેલા અને તપ, યોગ, ઐશ્વર્ય ઇત્યાદિક ગુણે કરીને પ્રસિદ્ધ એવા બ્રહ્માદિક શિષ્ટપુષોએ પણ કામાતુર થઇને પોતાની જ પુત્રીની પાછળ દોડવું, એ આદિક અધર્માચરણ ક્યારેક કર્યું હોય; તો તેનું અનુસરણ કરવું નહિ. પણ એમના વચનને અનુસરવું, વચનને અનુસરવાથી કલ્યાણ થાય છે. મહાપુષોનાં વચનો કલ્યાણકારી હોય છે, પણ આચરણો તો કોઇક જ કલ્યાણકારી હોય, માટે મહાપુષોનાં જે પવિત્ર આચરણો હોય, એ કલ્યાણકારી હોય છે, તેનું અનુસરણ કરવું, અને અપવિત્ર આચરણો હોય તેનું અનુસરણ કરવું નહિ. અને જો મૂઢપણાથી મહાપુષોના અપવિત્ર અથવા નિંદિત આચરણનું અનુસરણ કરે, તો તેની અધોગતિ જ થાય છે. સ્મૃતિવાક્યની અંદર કહેલું છે કે- नैतत् समाचरेत्जातु मनसापि ह्यनीश्वरः । विनश्यत्याचरन् मौढयाद्यथा रुद्रो।ब्धिजं विषम् ।। इति ।। જેવી રીતે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ઝેરને શંકર પી ગયા. શંકર પોતે સમર્થ હોવાથી એ ઝેરને પોતાની યોગશક્તિથી કંઠમાં જ સુકાવી દીધું, પણ જો શંકરનો વાદ લઇને કોઇ ઝેરનું પાન કરે તો, પોતે અસમર્થ હોવાથી મૃત્યુ જ પામે. માટે અસમર્થ હોય તેમણે મન વડે પણ નિંદિત કર્મનું આચરણ કરવું જોઇએ નહિ.


એક વખત શંકરાચાર્યજી પોતાના શિષ્યોની સાથે ભિક્ષા માગવા નીકળેલા હતા. તે સમયે શિષ્યોની પરીક્ષા સારૂં એક દાની ભઠ્ઠી પાસે ''भिक्षां देहि'' આમ કહીને ઉભા રહ્યા. દાની ભઠ્ઠીવાળા પાસે તો આપવા યોગ્ય બીજું કાંઇ હતું નહિ. તેથી તેમણે અતિ ભાવથી શંકરાચાર્યજીના પાત્રમાં દા અર્પણ કર્યો. અને એજ વખતે શંકરાચાર્યજી શિષ્યોના દેખતાં જ અતિ ભાવથી દા પી ગયા.


તે સમયે કેટલાક શિષ્યોને આનંદ થયો, અને ગુ એવા શંકરાચાર્યજીના આચરણને અનુસરીને દા પીવા તત્પર થયા. તે સમયે તો શંકરાચાર્યજીએ શિષ્યોને દા પીતાં અટકાવ્યા. પછી થોડે આગળ જતાં એક ભઠ્ઠીમાં શિશુનો રસ ઉકળતો હતો, ત્યાં જઇને શંકરાચાર્યજી ઉકળતા શિશુનું પાન કરવા લાગ્યા, અને પોતાની યોગશક્તિથી ઉકળતા શિશુને પણ પચાવી ગયા. તે જોઇને શિષ્યો તો પાછા હઠવા લાગ્યા. તે સમયે શંકરાચાર્યજીએ કહ્યું કે આવો, ત્યાં દા પીવા માટે તૈયાર થયા હતા, તો આ ઉકળતો શિશુ પણ પીઓ. તે સમયે શિષ્યો સમજી ગયા કે ગુ તો સમર્થ છે. સમર્થ ગુના આચરણને અનુસરાય નહિ. પણ તેમના ઉપદેશને અનુસરાય. આ રીતે મહાપુષોનો વાદ લઇને તેમના આચરણને ક્યારેય પણ અનુસરવું નહિ.


મહાપુષોના અયોગ્ય આચરણમાં પણ કાંઇ ને કાંઇ રહસ્ય છુપાયેલું હોય છે. જેમ કે પરાશર ઋષિએ મત્સ્યગન્ધાની સાથે વિહાર કર્યો, તો પરાશર ઋષિના એ કર્મથી મત્સ્યગન્ધા થકી ભગવાન વ્યાસની ઉત્પત્તિ થઇ. આ રીતે મહાપુષોનાં નિંદિત કર્મમાં પણ ગૂઢ રહસ્ય હોય છે. એ આપણે જાણી શકતા નથી. 


અને વળી આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એવું સાંભળવા મળે છે કે, ચૈતન્યાનંદ સ્વામી માનના કારણે સત્સંગમાંથી નીકળીને ચાલ્યા ગયા. આ વાત સાંભળીને આપણા મનમાં એમ થાય કે, માનના પરાભવને લીધે ચૈતન્યાનંદ સ્વામી પણ સત્સંગમાં રહી શક્યા નહિ. ચૈતન્યાનંદ સ્વામી જેવા મહાન સમર્થને પણ માન થકી પરાભવ થયો. આમ ઉપરની દૃષ્ટિથી થોડું નિંદિત જેવું લાગે, પણ આમાં તો ઇશ્વરની જ પ્રેરણા હતી. ઇશ્વરને ચૈતન્યાનંદ સ્વામી દ્વારા કુશળકુંવરબાઇને પોતાના સ્વપનું જ્ઞાન આપીને મોક્ષગતિ આપવાની હતી. કુશળકુંવરબાઇનો મોક્ષનો સમય નજીક આવેલો હતો. જ્યારે મોક્ષનો સમય નજીક આવેલો હોય, ત્યારે કોઇપણ મહાપુષનો યોગ થાય છે. અને મહાપુષના યોગથી ઇશ્વરમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. અને ભક્તિથી મોક્ષ થાય છે. આવો શાસ્ત્રોનો અભિપ્રાય છે. આ રીતે ચૈતન્યાનંદ સ્વામી માનને લીધે ગઢપુરથી શ્રીજીમહારાજને છોડીને ચાલ્યા ગયા, તેમાં પણ કુશળકુંવરબાઇને ઇશ્વરના સ્વપનું જ્ઞાન આપવા પ ગૂઢ રહસ્ય છૂપાયેલું હતું. માટે કોઇપણ મહાપુષનું અધર્મ જેવું આચરણ જણાય તો એ આચરણને કદી પણ અનુસરવું નહિ. માત્ર એટલું જ નહિ, મહાપુષના એ અધર્મ જેવા આચરણને સાંભળીને નિંદા પણ ક્યારેય કરવી નહિ. આ વિષયમાં મહાભારતનું વાક્ય પ્રમાણપ છે- ''कृतानि यानि कर्माणि देवतैर्मुनिभिस्तथा । नाचरेत्तानि धर्मात्मा श्रुत्वा चापि न कुत्सयेत्'' ।। इति ।। આ શ્લોકમાં ભીષ્મપિતામહે કહેલું છે કે- કોઇ દેવતાઓએ તથા મુનિઓએ કરેલા અયોગ્યાચરણનું અનુસરણ ધર્માત્મા પુષોએ કરવું નહિ. અને અયોગ્યાચરણને સાંભળીને દેવતાઓની કે મુનિઓની નિંદા પણ કરવી નહિ. કારણ કે મહાપુષોના અયોગ્ય કર્મમાં કાંઇ ને કાંઇ ગુપ્ત રહસ્ય સમાયેલું હોય છે. માટે શ્રીહરિનો ભાવ એવો છે કે મહાપુષોનું સારૂં આચરણ હોય એજ સ્વીકારવું ખરાબ આચરણને સ્વીકારવું નહિ. અને સાંભળીને નિંદા પણ કરવી નહિ. ।।૭૪।।